Friday, December 17, 2010

વાગે ભડાકા ભારી ભજનના


ગુજરાતી સંત સાહિત્યના અભ્યાસ માટે જરૂરી સાલવારી
ડો.નિરંજન રાજ્યગુરુ
..૧પ૩૯, વિ.સં.૧પ૯પનીલકંઠપૂરીનું નિર્વાણ.
..૧પ૩૯, વિ.સં.૧પ૯પરૂગનાથપૂરી/રઘુનાથસ્વામી ઝીંઝુવાડાની જગ્યાના ગાદીપતિ થયા.
..૧પ૬૯, વિ.સં.૧૬રપશ્રીસંપ્રદાયના જીવણદાસ લોહલંગરીએ ગોંડલમાં ધૂણો ચેતાવ્યો.
..૧પ૮૯, વિ.સં.૧૬૪પરૂગનાથપૂરીનું નિર્વાણ.
..૧પ૮૯, વિ.સં.૧૬૪પયાદવપૂરી ગાદીપતિ થયા.
..૧૬૧ર, વિ.સં.૧૬૬૮સામંતસિંહજી (ષટ્પ્રજ્ઞ સ્વામી)નો જન્મ. અષાડ સુદ-૧પ ગુરૂવાર પિતા ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજજી, માતા ગંગાદેવી. તા.૧ર-૦૭-૧૬૧ર.
..૧૬૧૬,વિ.સં.૧૬૭રઆંબાજી (અમર ચૈતન્ય સ્વામી)નો જન્મ. પિતા યોગરાજ માતા ગંગાદેવી, બીજું નામ ભજનાનંદસમાધિ ભેસાણ, જી.જૂનાગઢ
..૧૬૧૯,વિ.સં.૧૬૭પપ્રણામી સંપ્રદાયના પ્રાણનાથ સ્વામીનો જન્મ : આસો વદી-૧૪ રવિવારે લોહાણા જ્ઞાતિમાં જામનગરના કેશવજી ઠક્કર તથા માતા ધનબાઈને ત્યાં. દીક્ષા ..૧૬૩૧માં, અવસાન ..૧૬૯પ.
..૧૬૩૦,વિ.સં.૧૬૮૬ષટ્પ્રજ્ઞ સ્વામીને દીક્ષા યાદવપૂરી દ્વારા ઝીંઝુવાડામાં. ભાદરવા સુદ-, અઢાર વર્ષની ઉંમરતથા આંબાજીને પણ દીક્ષા. ઋષિપંચમી, બુધવાર તા.૧૧-૦૯-૧૬૩૦.
..૧૬૩૪,વિ.સં.૧૬૯૦યાદવપૂરીનું નિર્વાણ ઝીંઝુવાડા ઝીલકેશ્વર કુંડની પાસે.
..૧૬૩૪,વિ.સં.૧૬૯૦ષટ્પ્રજ્ઞચૈતન્યપૂરી રર વર્ષની વયે દૂધરેજ આશ્રમની ગુરુ ગાદીએ બિરાજ્યા, છઠાબાવાના નામે ઓળખાયા. શિષ્યો  લબ્ધરામ, ભાણ, કનૈયાદાસ, ધ્યાનદાસ.
..૧૬પપ,વિ.સં.૧૭૧૧અમરેલીના સંત મૂળદાસજીનો જન્મ આમોદરા ગામે. સોરઠિયા લુહાર જ્ઞાતિમાં કરસનદાસજી વાઘેલા અને માતા ગંગાબાઈને ત્યાં કારતક સુદ-૧૧ સોમવારે.
..૧૬૬૭,વિ.સં.૧૭ર૩કચ્છના સંત કવિ મેકરણ ડાડાનો જન્મ, નાની ખોંભડી ગામે. ભટ્ટી રજપૂત હરધોળજીને ત્યાં પબાંબાઈની કૂખે. સંવત ૧૭ર૩ આસો સુદ-૧૦ વિજયાદશમી ને, સોમવારે, સવારે સ્વાતિ નક્ષત્રે શુભ ચોઘડીએ. ગુરુ-ગાંગોજી કાપડી.સમાધી : ૬૩ વર્ષની વયે  ..૧૭૩૦ વિ.સં. ૧૭૮૬.
..૧૬૭૩,વિ.સં.૧૭ર૯પ્રાણનાથ સ્વામી દ્વારા સુરત મુકામે ગાદીની સ્થાપના
..૧૬૭૭,વિ.સં.૧૭૩૩ખંભાલિડા જગ્યામાં હસ્તપ્રત. જેમાં ભર્તુહરિ કૃત નીતિ, શૃંગાર, વૈરાગ્ય શતક, ટીકા સાથે તથા ભાનુ પંડયા કૃત રસ મંજરીગ્રંથ હસ્તપ્રતમાં મોરારસાહેબની સહી છે.
..૧૬૯૮,વિ.સં.૧૭પ૪ભાણસાહેબનો જન્મ. મહા સુદ તા.ર૧-૦૧-૧૬૯૮ મંગળવારે લોહાણા જ્ઞાતિમાં પિતા કલ્યાણજી ઠક્કર અને માતા અંબાબાઈને ત્યાં કનખિલોડ ગામે. વારાહીના વતનીવારાહી રાધનપુરથી૧૮ કિ.મીસમાધિ ..૧૭પપ વિ.સં.૧૮૧૧.
..૧૭૧૦,વિ.સં.૧૭૬૬ભાણસાહેબે બાર વર્ષની વયે ષષ્ટમદાસજી પાસે કંઠી બંધાવી.
..૧૭૧૮,વિ.સં.૧૭૭૪ભીમસાહેબનો જન્મ ચૈત્ર સુદ- ને બુધવારે આમરણ ગામે. બાવળફાડ અવટંકના ગરો બ્રાહ્મણ જ્ઞાતિમાં. રામનવમી ને શનિવાર.
..૧૭૧૮,વિ.સં.૧૭૭૪પ્રીતમદાસનો જન્મ ચૂડા (રાણપુર) ગામે બારોટ જ્ઞાતિમાં પિતા પ્રતાપસિંહ અને માતા જેકુંવરબાઈને ત્યાં ચૂડાને ત્યાં રઘુનાથજીના મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનંદી સાધુ તરીકે નાની ઉંમરમાં દીક્ષા લીધી અને ..૧૭૬૧ વિ.સં. ૧૮૧૭માં સંદેસર ગામે આવી નિવાસ કર્યો. અવસાન ..૧૭૯૮, વિ.સં.૧૮પ૪ વૈશાખ વદ-૧ર મંગળવાર.
..૧૭૧૯, વિ.સં.૧૭૭પત્રિકમસાહેબનો જન્મ રામવાવ (કચ્છ વાગડ) ગામે ગરોડા જ્ઞાતિમાં. અન્ય વિગત મુજબ વિ.સં.૧૭૮ર શ્રાવણ વદી- સોમવાર તા.૦પ-૦૮-૧૭ર૬.
..૧૭ર૪,વિ.સં.૧૭૮૦ભાણસાહેબના વિવાહ આસો સુદ- મંગળવારે વારાહી ગામે.મેઘજી ઠક્કરનાં દીકરી ભાણબાઈ સાથે તા.રર-૦૯-૧૭ર૪ શુક્રવારે.
..૧૭ર૭, વિ.સં.૧૭૮૩રવિસાહબનો જન્મ મહા સુદ-૧પ ગુરુવારે તા.૦૬-૧ર-૧૭ર૭ વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં મંછારામ ઈચ્છાબાઈ ને ત્યાં આમોદ તાલુકાના તણછા ગામે. (અન્ય મતે વૈશાખ સુદ-૧પ ગુરુવાર)
..૧૭ર૮,વિ.સં.૧૭૮૪આપા દાનાનો જન્મ એમના મોસાળ ગરમલી ગામે.
..૧૭ર૯,વિ.સં.૧૭૮પભાણ સાહેબ શેરખી ગામે જગ્યા બાંધી. ૩૧ વર્ષની ઉંમરે, પોતાના મોટાભાઈ શિષ્ય કાનદાસ તથા ભાભી કુંવરબાઈને શેરખીની જગ્યા સોંપી પોતે વારાહી ગામે રહ્યા. પ્રથમ શિષ્ય કુંવરજી…  શેરખીની ગાદીએ ભાણ સાહેબ દેવ થયા પછી સં.૧૮૧૧માં રવિ સાહેબ બિરાજ્યા અને રાપરની ગાદીએ ગંગ સ્વામી તથા પાટણની ગાદીએ લાલ સ્વામી આવ્યા.
..૧૭૩૦,વિ.સં.૧૭૮૬ષટ્પ્રજ્ઞ સ્વામીનું નિર્વાણ ચૈત્ર વદી અમાસ ૧૧૮ વર્ષનું આયુષ્ય ભોગવી. ભાણ સાહેબની ૩ર વર્ષની વયે ગુરુને દેહાવસાન. દૂધરેજની ગુરુ ગાદીએ લબ્ધરામજી/લાધાજી આવ્યા. તા.૧૭-૦૪-૧૭૩૦.
..૧૭૩૦,વિ.સં.૧૭૮૬કચ્છના સંતમેકરણ ડાડાએ અગિયાર ભક્તો સાથે જીવતાં સમાધિ લીધી. આસો સુદ ૧૪ શનિવાર. () ગિરનારી સંત મયાગરજી () માતા લીરબાઈ () કાંધા આહીર () વીઘા આહીર () કાંથડ સુથાર () સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી ગણપત(ભૂજના) () સાધુ સુંદરદાસજી () ઠાકોર મોકાજી (બૈયાં) () જાડા ખીંયરાંજી  લેરિયા  (૧૦) કડિયા કાનજી (નાગલપુર) (૧૧) પ્રેમાંબા, (તથા ગધેડો લાલિયો અને કૂતરો-મોતિયો પાછળથી () હીરો/ગરવો હરિજન (લોડાઈમાં) () વાઘોજી રામપોતરો (વિજયાસર) (અન્ય મત મુજબ વિ.સં.૧૭૮૬ ચૈત્ર વદી-૧૪ શનિવાર તા.૦૧-૦૪-૧૭૩૦)
..૧૭૩૪,વિ.સં.૧૭૯૦ખીમસાહેબનો જન્મ શેરખી ગામે.
..૧૭૪૧,વિ.સં.૧૭૯૭લાલ સાહેબ (રવિ સાહેબના શિષ્ય)નો જન્મ લોહાણા જ્ઞાતિમાં, પિતા મનહરદાસ અને માતા લક્ષ્મીબાઈને ત્યાં પાટણ ગામે.
..૧૭૪૮,વિ.સં.૧૮૦૪રવિ સાહેબે ભાણ સાહેબ પાસે દીક્ષા લીધી. અન્ય નોંધાયેલ સમય સં.૧૮૦૯ મહાસુદી-૧૧ બુધવાર તા.૧૪-૦ર-૧૭પ૩ ખરેખર ભૂલ ભરેલો છે. બંધારપાડા ગામે.
..૧૭૪૯,વિ.સં.૧૮૦પકચ્છના રાવ દેશળજી દ્વારા કુમારશ્રી લખપતજીના આયોજનમાં ભુજમાં સવરામંડપ, વૈશાખ સુદી- થી ૧૦ સુધી. જેમાં ભાણસાહેબ લબ્ધરામજીની વિનંતિથી પ્રતિનિધિ તરીકે ભુજ ગયેલા. શિલાલેખ નોંધપથિકગુજ.ઈતિ.પરિષદ વિશેષાંક ..૧૯૭૪.
..૧૭પ૦,વિ.સં.૧૮૦૬દાસી જીવણનો જન્મ. ઘોઘાવદર (તા.ગોંડલ) ગામે ચમાર જ્ઞાતિમાં જગા દાફડા અને માતા શામબાઈને ત્યાં. ત્યારે ભાણ સાહેબની ઉંમર પર વર્ષની, રવિની ર૩ વર્ષની, ભીમની ૩ર વર્ષની.
..૧૭પર,વિ.સં.૧૮૦૮શેરખી ગામે રવિ સાહેબ દ્વારાગુરુ મહિમાગ્રંથની રચના. જેઠ સુદ-૧૪ (૭૦ ચોપાઈ × ૧ર સાખીમાંસાત વિશ્રામની રચના.)
..૧૭પપ,વિ.સં.૧૮૧૧રવિ સાહેબ દ્વારાબોધચિંતામણીરચના. મહા સુદ- અથવા મહા વદ- આમરણની હસ્તપ્રતમાં છે. દા.જી.ની રચનાઓ સાથે  જેમાં ભાણ ગુરુની કૃપા થઈ એવો ઉલ્લેખ, પછી બે મહિને ભાણસાહેબ સમાધિ લીધી.
..૧૭પપ,વિ.સં.૧૮૧૧ભાણ સાહેબે સમાધિ લીધી. કમીજલા તા.વિરમગામ  ગામે ચૈત્ર સુદ- (રવિવાર  ગુરુવાર તા. ૧૬-૦૩-૧૭પપ). પ૭ વર્ષની વયે  રવિ સાહેબ કૃતભાણપરચરિ’ (પ્રઅકાશિત) મુજબ વિ.સં.૧૮૧રમાં સમાધિ) .પ્ર.ખંભાલિડા જગ્યામાં.. જેમાંઅબ સૂનો સવંત અષ્ટાદશ બાહારે, સ્વામી કછેલાં રમન સિધારે.’ ભાણસાહેબ ૧૮૧૨માં કચ્છમાં ગયેલા એવો સંદર્ભ મળે છે.
..૧૭પપ,વિ.સં.૧૮૧૧નથુરામે ત્રિકમ સાહેબ પાસે બોધ લીધો.
..૧૭પ૮,વિ.સં.૧૮૧૪મોરાર સાહેબનો  થરાદના માનસિંહજી વાઘેલા  જન્મ. અન્ય મત મુજબ () વિ.સં.૧૭૭૪ ..૧૮૩૦ () ..૧૭૬૧ વિ.સં.૧૮૧૭. દીક્ષા : ર૧ વર્ષની વયે ..૧૭૭૯ વિ.સં.૧૮૩પ. ‘ચિંતામણીરચના ૬૧ વર્ષે ..૧૮૧૯/વિ.સં.૧૮૭પ (એક હસ્તપ્રતમાં સં.૧૯ પંચમોતરો કહી અને નભમાસ આસો માસ ૧પ મંગળવાર તા.૦ર-૧૦-૧૮૪૯નો ચિંતામણીનો રચનાસમય મોહનપુરી ગોસ્વામીને મળે છે પણ સમય શંકાસ્પદ છે. કારણ કે ઓગણીસ પચમોતરો (૧૯૦પ) નહીં પરંતુ અઢાર પચલોતરો જોઈએ. અન્ય હસ્તપ્રતોમાં રચના વિ.સં.૧૮૭૫માં રચાઇ હોવાના પ્રમાણો મળે છે. વિ.સં.૧૯૦પમાં તો અવસાન. વિ.સં.૧૯૦પ ..૧૮૪૯ ચૈત્ર સુદ-. (૯૧વર્ષનુંઆયુષ્ય.)
..૧૭પ૮,વિ.સં.૧૮૧૪જીવા ભગત ખત્રીનો જન્મ ટંકારા ગામે.
..૧૭પ૯,વિ.સં.૧૮૧પદૂધરેજ મહંત લબ્ધરામજીનું નિધન.
..૧૭૬૩,વિ.સં.૧૮૧૯રવિ સાહેબ કૃતબારમાસીરચના મહા સુદ-૧૧.
..૧૭૬૪,વિ.સં.૧૮રરરવિ સાહેબ કૃતબોધ ચિંતામણીશેરખી ગામે વિ.સં.૧૮ર૦ આસો સુદ રચના પૂર્ણ કરી તા.૩૦-૦૯-૧૭૬૪ રવિવારે.
..૧૭૬૬,વિ.સં.૧૮રરસંદેસરમાં પ્રીતમદાસજી કૃતકક્કાચૈત્ર સુદ- સોમવાર (અન્ય સંદર્ભ ..૧૭૭૬, વિ.સં.૧૮૩ર ચૈત્ર સુદ- સાહિત્યકોશ મુજબ) અન્ય રચનાઓ () ..૧૭૭૩/વિ.સં.૧૮ર૯ શ્રાવણ સુદ-જ્ઞાનમાસ’ () ..૧૭૭પ/વિ.સં.૧૮૩૧સરસગીતા’ () ..૧૭૮પ/વિ.સં.૧૮૪૧જ્ઞાન ગીતા’.
..૧૭૬૮,વિ.સં.૧૮ર૪ખીમ સાહેબ કૃતચિંતામણીચૈત્ર સુદ- ગુરુવારે તા.ર૪-૦૩-૧૭૬૮ (૬૭ કડીની રચના, ચાર સખી અને ૬૩ ચોપાઈ, દ્વારકા, ગોમતી, શંખોદ્ધાર, માધવપુરની યાત્રા વખતની રચના.) ગુ.સા.કોશ મુજબચિંતામણીરચના .. ૧૭૭૦ વિ.સં.૧૮ર૬ ચૈત્ર સુદ- ગુરુવાર.
..૧૭૬૯,વિ.સં.૧૮રપપાળિયાદના આપા વિસામણનો જન્મ મહાસુદ- તા.૧૩-૦ર-૧૭૬૯ સોમવાર.
..૧૭૭૧,વિ.સં.૧૮ર૭રવિસાહેબકૃતબારમાસીશ્રાવણસુદ-૧૧ તા.ર૦-૦૮-૧૭૭૧ મંગળવાર.
..૧૭૭ર,વિ.સં.૧૮ર૮જામનગર મુકામે આણદાબાવાનું નિર્વાણ ૯૯ વર્ષની ઉંમરે.
..૧૭૭ર,વિ.સં.૧૮રરવિસાહેબ દ્વારા આઠ અધ્યાયમાંમનઃસંયમગ્રંથની બ્રહ્મપ્રકાશ ટીકા, મહા સુદી ૧૧ શનિવાર તા.૧પ-૦ર-૧૭૭ર શેરખી ગામે. કમીજલા હસ્તપ્રત નં. પૃ.૧૦ર, હસ્તપ્રત લે.સં.૧૮૯૪ અષાડ સુદ ૧૦ સોમવારે મૂળપ્રત ઉપરથી બ્રાહ્મણગામ મધ્યે લહિયા અમથા બેચરદાસ દ્વારા.
..૧૭૭૪,વિ.સં.૧૮૩૦શેરખી મુકામે જગજીવન કૃતમણિ રત્નમાલાગ્રંથની રચના વિ.સં. ૧૮૩૦. હસ્તપ્રત ખંભાલિડા.
..૧૭૭પ,વિ.સં.૧૮૩૧ – ‘રવિરામગીતાસંસ્કૃત ગ્રંથની રચના, ચૈત્ર સુદ શનિવાર તા.૧પ-૦ર-૧૭૭ર શેરખી ગામે આપેલ ઉપદેશ. જેની ટીકા વિ.સં.૧૯૪૯ ચૈત્ર સુદ- (પ્રકાશિત રાધિકાદાસજી દ્વારા થઈ છે. અધ્યાયમાંશ્રી ધર્મોપ્રદેશના નામે. શેરખી તા.વડોદરા પ્રકાશન  વિજયાદશમી વિ.સં.૧૯૪૯.
..૧૭૭૬,વિ.સં.૧૮૩રનથુરામ દ્વારા રાધનપુરમાં જગ્યા બાંધવામાં આવી. જેમણે ખીમ સાહેબ પાસે વિ.સં.૧૮૩૯માં દીક્ષા લીધેલી અને રાધનપુરમાં મંડપ કરેલો. અન્ય વિગત મુજબ વિ.સં.૧૮૪૦માં ત્રિકમ પાસે ખીમ સાહેબે નથુરામને ભેખ અપાવ્યો. બોધગુરુ ત્રિકમ, ભેખગુરુ, ખીમ સાહેબ.
..૧૭૭૭,વિ.સં.૧૮૩૩ - ભીમદાસ કૃતભીમગીતા૧રર છંદોમાં અપૂર્ણ ગ્રંથ હસ્તપ્રત ખંભાલિડા.
..૧૭૭૯,વિ.સં.૧૮૩પમોરાર સાહેબ ર૧ વર્ષની વયે શેરખીમાં રવિ સાહેબ પાસે દીક્ષા લીધી.
..૧૭૭૯,વિ.સં.૧૮૩પમૂળદાસજીએ અમરેલીમાં ૧ર૪ વર્ષની વયે સમાધિ લીધી.
..૧૭૮૧,વિ.સં.૧૮૩૭ખીમસાહેબે રવિસાહેબની આજ્ઞાથી રાપરદરિયા સ્થાનમાં જગ્યા બાંધી. ૪૭ વર્ષની ઉંમરે. અન્ય સંદર્ભ મુજબ ખીમ પુત્ર (રવિ શિષ્ય) ગંગારામે વારાહીનું પાણી અગરાજ કરી સં.૧૮૩૭માં દરિયા સ્થાન રાપરમાં નિવાસ કરેલો અને ખીમ પાછળથી રાપર આવેલા.
..૧૭૮ર,વિ.સં.૧૮૩૮રવિ સાહેબ કૃતરામગુંજાર ચિંતામણીજેઠ સુદ-૧૧ તા.ર૩-૦પ-૧૭૮ર પેટલાદ આવ્યા ત્યારે (હસ્તપ્રત કમીજલા લે.સં.૧૮૯૧ અષાડ વદી અમાસ, લહિયા-અમથા બેચરદાસ  બ્રાહ્મણગામ.)
..૧૭૮૩,વિ.સં.૧૮૩૯ખીમ સાહેબના શિષ્ય અને ત્રિકમ સાહેબના ભાણેજ નથુરામ દ્વારા ચૈત્ર સુદ ૧પ ના રોજ રાધનપુર મુકામે મંડપ. જેમાં ખીમ સાહેબ  દ્વારા નથુરામને દીક્ષા. ત્રિકમ સાહેબની હાજરી, ત્રિકમ તથા ખીમસાહેબને પ૦ રૂપિયા પહેરામણી..
..૧૭૮૪,વિ.સં.૧૮૪૦ભીમસાહેબ કૃતચિંતામણીચૈત્ર સુદ મંગળવાર તા.૧૩-૦૪-૧૭૮૪ હસ્તપ્રત આમરણ.
..૧૭૮૬,વિ.સં.૧૮૪રમોરાર સાહેબ દ્વારા ખંભાલિડા ગામે જગ્યાની સ્થાપના શિલાલેખ વિ.સં.૧૮૪૩ નો છે.
..૧૭૮૯,વિ.સં.૧૮૪પલક્ષ્મી સાહેબની સમાધિ. (ત્રિકમ સાહેબના ભત્રીજા.) ચિત્રોડની ત્રિકમ સાહેબની જગ્યાના ગાદીપતિનું નિર્વાણ, વિ.સં.૧૮૪પ કારતક સુદ શુક્રવારે, ચિતોડમાં સમાધિ લીધી. ત્રિકમના અવસાન પહેલાં   ત્રિકમ સાહેબની હાજરીમાં લક્ષ્મીસાહેબે મંડપ કરેર્લો.
..૧૭૯ર,વિ.સં.૧૮૪૮પ્રેમસાહેબનો જન્મ, પોષ વદી બીજ. કોટડા સાંગાણી ગામે કડિયા જ્ઞાતિમાં. પિતા : પદમાજી, માતા : સુંદરબાઈ. વખતે દાસી જીવણની ઉમર ૪ર વર્ષની. દા.જી.ની સમાધિ પછી ૩૮ વર્ષ જીવ્યા. અવ. ..૧૮૬૩, વિ.સં.૧૯૧૯માં રાજકોટ ગામે..
..૧૭૯ર,વિ.સં.૧૮૪૮ભીમસાહેબે શ્રાવણ સુદ ના દિવસે આરાધ કર્યો ને આમરણમાં દુષ્કાળ હોવા છતાં વરસાદ વરસ્યો.
..૧૭૯૪,વિ.સં.૧૮પ૦લાલસાહેબ (રવિ શિષ્ય) દ્વારા પ૩ વર્ષની વયેપ્રાણસાંકળીરચના વિ.સં.૧૮પ૦.
..૧૭૯૮,વિ.સં.૧૮પ૪પ્રીતમદાસજીનું નિર્વાણ. વૈશાખ વદી ૧ર મંગળવાર, સંદેસર ગામે.
..૧૭૯૯,વિ.સં.૧૮પપરવિસાહેબ દ્વારાસિદ્ધાંત પ્રકાશગ્રંથની રચના પોષ સુદ ૧પ મંગળવાર તા.ર૧-૦૧-૧૭૯૯.
..૧૮૦૦,વિ.સં.૧૮પ૬જલારામનો જન્મ. વિરપુર પાસેના ચરખડી ગામે, લોહાણા જ્ઞાતિમાં.
..૧૮૦૧,વિ.સં.૧૮પ૭ધરમશી ભગત (મોરાર શિષ્ય)નો જન્મ જોડિયા, લોહાણા જ્ઞાતિમાં, (જે જલારામનો વેવાઈ હતા.)
..૧૮૦૧,વિ.સં.૧૮પ૭સહજાનંદ સ્વામી નીલકંઠવર્ણી રૂપે સૌરાષ્ટ્રમાં આવ્યા.
..૧૮૦૧,વિ.સં.૧૮પ૭ખીમસાહેબ સમાધિ રાપર દરિયાસ્થાનમાં ૬૭ વર્ષની વયે. ગંગારામ રાપરની ગાદીએ આવ્યા.
..૧૮૦ર,વિ.સં.૧૮પ૮ત્રિકમસાહેબ-સમાધિ. દેહ ત્યાગ ચિત્રોડમાં-સમાધિ-રાપર. ત્રિકમની સમાધિ પછી ચિત્રોડમાં લક્ષ્મીસાહેબ ગાદીએ (અન્ય સંદર્ભે ત્રિકમ અવસાન વિ.સં.૧૮પ૭, ૭પ વર્ષની વયે ૧૬-૦૩-૧૮૦૧ ચૈત્ર સુદ-) () સં.૧૮૯ર શ્રાવણવદી () ચિત્રોડમંદિરના પગલાં ઉપર લેખ ૧૮૯૧ () સં.૧૮૭પ.
..૧૮૦૪,વિ.સં.૧૮૬૦રવિ સાહેબ સમાધિ ૭૭ વર્ષની વયે. વાંકાનેરમાં દેહત્યાગ. સમાધિ ખંભાલીડા ગામે. રવિ સમાધિ કારતક સુદ ૧૧ વિ.સં. ૧૮૬૦ (જીવાભગત કૃતરવિપરચરીમુજબ રવિ સાહેબના શિષ્ય મહીકાંઠાના કાનજીભગતને ત્યાં રવિના આશીર્વાદે રામ અને કેશવ નામના બે પુત્રો. એક દીકરો રામ ગુરુચરણે સમર્પિત. જે રવિનો ઉત્તરાધિકારી બન્યો. રામને સં.૧૮૬૦ ..૧૮૦૪માં શેરખીની ગાદી સોંપી રવિસાહેબ સમાધિ લેવા ખંભાળિયા તરફ ગયા.
..૧૮૦૬,વિ.સં.૧૮૬રભીમસાહેબ કૃતગુરુ-શિષ્ય ગોષ્ઠીગુરુમહિમા. ફાગણ માસની અમાસે તા.ર૦-૦૩-૧૮૦૬ ગુરુવાર ભવનાથને મેળે. હસ્તપ્રત આમરણ ( હસ્તપ્રતમાં ખીમસાહેબ કૃતચિંતામણીની નકલ છે. હસ્તપ્રત લેખન ..૧૮૧પ/વિ.સં.૧૮૭૧)
..૧૮૦૮,વિ.સં.૧૭૬૪પાળિયાદના આપા વિસામણની વિદાય માગશર સુદ મંગળવાર તા.૦પ-૦૧-૧૮૦૮.
..૧૮૧૮,વિ.સં.૧૮૭૪રવિસાહેબ કૃત અંગ કવિત વગેરે રચનાઓની કમીજલા જગ્યામાં હસ્તપ્રત. લેખન ફાગણ વદી- બુધવાર, લહિયા બ્રાહ્મણ ગોંવિંદરામ. સામરાઈ ગામે.
..૧૮૧૯,વિ.સં.૧૮૭પમોરાર સાહેબ કૃતચિંતામણી૬૧ વર્ષની વયે રચનાનું સર્જન.
..૧૮રર,વિ.સં.૧૮૭૮ચલાલાના આપા દાનાનું અવસાન પોષ સુદ ૧૧ શનિવાર તા.૧૯-૦૧-૧૮રર.
..૧૮ર૪,વિ.સં.૧૮૮૦ગારિયાધારના વાલમરામ ભોજાભગતના શિષ્ય  જન્મ જેઠ સુદ તા.ર૮ ૦૬ ૧૮ર૪ કાંત્રોડિયા કણબી જ્ઞાતિમાં. પિતા લવજી નારાયણ, માતા જબાઈ.
..૧૮ર૪,વિ.સં.૧૮૮૦નારાયણદાસજીનો જન્મ. કનેસરા ગામે. અવસાન ..૧૯૦૧.
..૧૮રપ,વિ.સં.૧૮૮૧ભીમસાહેબે આમરણમાં સમાધિ લીધી. ચૈત્ર વદી-૧૩ બુધવાર તા.૧૭ ૧૮રપ.
..૧૮રપ,વિ.સં.૧૮૮૧દાસી જીવણે સમાધિ લીધી. આસો વદી અમાસ દીવાળીના દિવસે. તા.૧૦-૧૧-૧૮રપ. ૭પ વર્ષની ઉંમરે. ઘોઘાવદરમાં. ગુરુ ભીમસાહેબની  વિદાય પછી મહિને.
..૧૮ર૬,વિ.સં.૧૮૮રવિશ્રામસાહેબનો જન્મ. કોટડાસાંગાણી ગામે, પ્રેમસાહેબને ત્યાં, માતા : મલુબાઈ.
..૧૮ર૭,વિ.સં.૧૮૮૩ગંગારામ/ગંગસાહેબ સમાધિ. (મોરાર સાહેબની હાજરીમાં) ખીમ પુત્ર/રવિ શિષ્ય ગંગારામ જે વિ.સં.૧૮પ૭માં ખીમની સમાધિ પછી રાપરની ગાદીએ આવેલા. ગંગારામે પોતાના ભાઈ મલુકદાસ અંજાર ના પૌત્ર સુંદરદાસને ગાદી વારસ બનાવેલા. સુંદરદાસજીએ રવિ સાહેબ સાથે તીર્થયાત્રાઓ કરેલી. અને મોરારસાહેબના કહેવાથીભાણ પરચરીના છેલ્લા ચાર વિશ્રામરવિ ચરિત્રના સુંદરદાસજીએ લખેલા.
..૧૮૩૩,વિ.સં.૧૮૮૯લાલ સાહેબ રવિ શિષ્ય ની સમાધિ. પાટણ મુકામે ૯ર વર્ષે.
..૧૮૩પ,વિ.સં.૧૮૯૧વીરપુરના સંત જલારામનું અવસાન.૩પ વર્ષની વયે.
..૧૮૩૯,વિ.સં.૧૮૯પજસુરામ કૃતરાજનીતિકૃતિની નકલ સાધુ દુર્લભરામ – (મોરાર શિષ્ય) માટે. અડવાણા/મકવાણા ગામે ભાણજી દેવજીએ પ્રત લખી. માગશર વદી-૧૪ હસ્તપ્રતમાં દુર્લભરામ કૃત ગુરુ વંશાવળી છે. હસ્તપ્રત ખંભાલીડા જગ્યામાં.
..૧૮૪૮,વિ.સં.૧૯૦૪જામનગર મુકામે જામ રણમલ દ્વારા મંડપ.
..૧૮૪૯,વિ.સં.૧૯૦પહોથી – (મોરાર શિષ્ય)નું અવસાન.
..૧૮૪૯,વિ.સં.૧૯૦પમોરાર સાહેબ દ્વારા જીવતાં સમાધિ ૯૧ વર્ષની વયે ચૈત્ર સુદ
..૧૮પ૦,વિ.સં.૧૯૦૬સાધુ ચરણદાસજીએસુંદર વિલાસગ્રંથની નકલ કરાવી. લી. સાધુ ગોંવિદરામ ગંગારામ. અષાઢ સુદ-૧૧.
..૧૮પ૧,વિ.સં.૧૯૦૭ધરમશીભગત (મોરાર શિષ્ય-જલારામના વેવાઈ) જોડિયા ગામે પ૦ વર્ષની વયે નિર્વાણ.
..૧૮પ૩,વિ.સં.૧૯૦૯પરશોતમદાસજી (ખીમ સાહેબના પૌત્ર અને મલુકદાસજીના પુત્ર) નું અવસાન. ખીમ સાહેબના બે પુત્રો ગંગારામ અને મલુકદાસ (અંજાર). મલુકદાસના બે પુત્રો કેશવ અને પરશોતમકેશવદાસના પુત્ર સુંદરદાસજી જે રાપરની જગ્યામાં ગંગારામ પછી ગાદીપતિ થયેલા.
..૧૮પ૩,વિ.સં.૧૯૦૯નથુરામે રાધનપુર મધ્યે ચમારવાસમાં દેહ છોડયો. મહા શુકલ પક્ષે, હીજરી સં.૧ર૬૮. (સં.૧૯૦૮માં કારતક વદી ને ગુરૂવાર   તા.૧૮-૧૧-૧૯પરના દિવસે રાધનપુર નવાબ જોરાવરખાન પાસે જગ્યામાં સમાધિ લેવા હૂકમ મેળવેલો. અને તે બદલ રૂ.૩૦૧   રાજને કર પેટે ભરેલા. જેની નોંધ નથુરામની જગ્યા રાધનપુરની હસ્તપ્રતમાં છેનથુરામના શિષ્ય નરભેદાસ.)
..૧૮૬૬,વિ.સં.૧૯રરથાનગઢ અક્કલદાસનો જન્મ. મહા સુદ ૧પ અથવા માગશર સુદ-૧પ.
..૧૮૭૦,વિ.સં.૧૯ર૬વાલમરામે ગારિયાધારમાં અન્ન ક્ષેત્ર ખોલ્યું.
..૧૮૭૪,વિ.સં.૧૯૩૦ – ‘મોરાર પરચરીની રચના જીવાભગત ખત્રી દ્વારા ફાગણ સુદ ૧૩ સોમવારે.
..૧૮૭પ,વિ.સં.૧૯૩૧સુંદરદાસજીનું અવસાન. વિ.સં.૧૯૩૧ અષાડ વદી આઠમના રોજ થયું. જેમણે મોરાર સાહેબની આજ્ઞાથીભાણપરચરિના છેલ્લા ચાર વિશ્રામ  રવિ ચરિત્ર ના લખેલા.
..૧૮૭૭,વિ.સં.૧૯૩૩વિશ્રામસાહેબ નિર્વાણ. માગશર સુદ બીજ શુક્રવાર, રાજકોટ. સમાધિસ્થાન કોટડાસાંગાણી.
..૧૮૭૮,વિ.સં.૧૯૩૪મોરારશિષ્ય જીવાભગત ખત્રી ટંકારાવાળા કૃતગુરુમહિમાઅષાડ સુદ ગુરુવાર દસ દુહા ને ચોપાઈ રચના.
..૧૮૮૬,વિ.સં.૧૯૪રવાલમરામે વૈશાખ સુદ તા.૦૮-૦પ-૧૮૮૬ના દિવસે ૬ર વર્ષની ઉંમરે ગારિયાધારમાં સમાધિ લીધી.
..૧૮૯૪,વિ.સં.૧૯પ૦ટંકારા ગામે જીવાભગત ખત્રીની સમાધિ. ફાગણ સુદ .